• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • Navsari - ખેડૂતોના દેવા નાબૂદી અંગે જિલ્લામાં કોંગ્રેસના દેખાવો

ખેડૂતોના દેવા નાબૂદી અંગે જિલ્લામાં કોંગ્રેસના દેખાવો

ખેતી સહિતના અનેક પ્રશ્નો સરકારને લેખિત રજૂઆત નવસારીમાં ધરણાં પ્રદર્શન કરતા કોંગ્રેસના અગ્રણીઓ. ચીખલી...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - ખેડૂતોના દેવા નાબૂદી અંગે જિલ્લામાં કોંગ્રેસના દેખાવો

ખેડૂતોના દેવા નાબૂદી સહિતના અનેક પ્રશ્ને શુક્રવારે નવસારી પંથકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસીઓએ દેખાવો કર્યા હતા. નવસારી પાલિકા પટાંગણ સામે ધરણાં યોજી દેખાવ કર્યા બદાદ જિલ્લા કલેકટરને વિવિધ પ્રશ્નો હલ કરવા લેખિત, મૌખિક રજૂઆતો પણ કોંગ્રેસીઓએ કરી હતી. આ સાથે ચીખલી, ખેરગામ અને ડાંગમાં કોંગ્રેસે પણ દેખાવો કર્યા હતા.

નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારીમાં પાલિકા પટાંગણ સામે શુક્રવારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના...અનુસંધાન પાના નં. 2

ખેડૂતોને પોક્ષણક્ષમ ભાવો અને દેવા માફી આપવા ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રતીક ધરણાં

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને ખેતપેદાશોમાં પોષણક્ષમ ભાવો ન મળતા કફોડી સ્થિતિ સર્જાતા તેઓના ખેતી માટેના દેવા માફી માટે સમગ્ર રાજ્યમાં ધરણાનો કાર્યક્રમ યોજાતા ડાંગ કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય મંગળ ગાંવિત પણ જિલ્લા સેવાસદન સામે પ્રતિક ધરણાં કાર્યક્રમમાં જોડાયા હતા. ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવો મળી રહે તેમજ ખેડૂતો પર લાદવામાં આવેલુ દેવુ માફ કરવા જિલ્લા સેવાસદન ડાંગ સામે કોંગ્રેસ સમિતિ તથા ધારાસભ્ય મંગળ ગાંવિત પ્રતિક ધરણામાં જોડાયા હતા. આ વેળા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોને દેવામાંથી મુક્ત કરી દેવાયા છે. ગત યુપીએ સરકાર વખતે અન્ય રાજ્યોના 72 કરોડના ખેડૂતોની કર્જમાફી કરી હતી ત્યારે હાલની ભાજપા સરકાર ખેતપેદાશના પોષણક્ષમ ભાવો ન અપાતા ખેડૂતો કર્જમાં ડૂબી ગયો છે. જેના લીધે આત્મહત્યાના બનાવો પણ વધી ગયા છે. જેથી ગુજરાત સરકાર ખેડૂતોને કર્જ માફી આપી ખેત પેદાશોનું પોષણક્ષમ ભાવો મળી રહે તેવા પ્રયાસો હાથ ધરે એ જરૂરી છે.

X
Navsari - ખેડૂતોના દેવા નાબૂદી અંગે જિલ્લામાં કોંગ્રેસના દેખાવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App