શિવ કથામાં શિવપાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાયો

નવસારી | સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શિવમહાપુરાણ કથાના ચોથા દિવસે શિવ પાર્વતી વિવાહ પ્રસંગે ભક્તજનોની...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - શિવ કથામાં શિવપાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાયો
નવસારી | સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શિવમહાપુરાણ કથાના ચોથા દિવસે શિવ પાર્વતી વિવાહ પ્રસંગે ભક્તજનોની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવજીના ભક્તો સથવારે વરયાત્રા રામજી મંદિરેથી નીકળી હતી. શિવમહાપુરાણ કથા મંડપ મુકામે ઉમંગથી પહોંચી હતી. જ્યાં કન્યાપક્ષ દ્વારા સ્વાગત કરાયું હતું.

ભૂદેવોના મંત્રોચ્ચાર દ્વારા વિવાહ સંપન્ન કરાયો હતો. આ પ્રસંગે ભક્તજનોએ કન્યાદાન આપી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે બારડોલીથી પધારેલા સંત પંકજભાઈ જોશીએ આશીર્વચન સાથે શિવ મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે માજી મંત્રી મંગુભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપા મહામંત્રી ભુરાલાલ શાહ, એ.ડી. પટેલ વગેરે હાજર રહી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મોઢ ઘાંચી સમસ્ત પંચના પ્રમુખ સહિત હોદ્દેદારો, ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો, નવસારી મોઢ ગાંધી યુવક મંડળના પ્રમુખ તથા મહિલા મંડળના પ્રતિનિધિઓ તેમજ રેડક્રોસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સ્નેહસેતુ ટ્રસ્ટ દ્વારા નવજાત શિશુઓ માટે કિટનું વિતરણ કરાયું હતું. નવસારી ગાંધી સમાજ દ્વારા બાપુ મેહુલભાઈ જાની તથા સ્નેહસેતુ ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન બિરલા તથા મંત્રી નેહાબેન વ્યાસનું સન્માન કરાયું હતુ.

X
Navsari - શિવ કથામાં શિવપાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App