• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ ઓપ્ટોમેટ્રી દિનની ઉજવણી કરી

નવસારીમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ ઓપ્ટોમેટ્રી દિનની ઉજવણી કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનીહરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આંખનું મહત્ત્વ સમજાવવા માટે રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિત લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્પિટલના હોલમાં નાટક અને ડાન્સ પ્રોગ્રામ યોજાયો હતો. હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીએ વર્લ્ડ ઓપ્ટોમેટ્રી દિનની ઉજવણી કરાઈ હતી.

આંખે દેખાતુ હોય તે વ્યક્તિની હાલત કેટલી લાચાર થાય છે અને તેને કેટલી તકલીફ પડે છે તે અંગે કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ નાટકો રજૂ કરી સમજ આપી હતી. પ્રો. નિરવ મહેતાએ આંખની વિવિધ તકલીફ વિશે સમજ આપી હતી. કોલેજના ચેરમેન યોગેશભાઈ નાયકે આંખનું દાન, મૃત્યુ બાદ વધુ વ્યક્તિઓ કરે માટે સૌને અપીલ કરી હતી. તેમણે આંખની હોસ્પિટલ અને તેમાં ચાલતી આંખની શ્રેષ્ઠ સારવાર અંગે વિસ્તૃત વાત કરી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...