નવસારી પાલિકાના શાસકો સભા બાદ રોકાયા નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત શાસકો સભા બાદ તુરંત પાલિકા છોડી ગયા હોય એમ બન્યું હતું.

નવસારી પાલિકાના ઈતિહાસમાં અનેક સામાન્ય સભાઓ થઈ છે. સભાઓ પૂર્ણ થયા બાદ મોટાભાગે શાસકો અને વિપક્ષો પોતપોતાની ચેમ્બરમાં બેસે છે. સભા સંદર્ભે યા અન્ય બાબતે વાતચીતો કરે છે. પત્રકારોના સવાલોના જવાબો પણ આપે છે. જોકે આજની સભાએ ઉક્ત શિરસ્તો તૂટ્યો હતો.

આજે સામાન્ય સભા તો શોરબકોર વચ્ચે પૂર્ણ થઈ હતી પરંતુ સભા પૂરી થયા બાદ શાસક પક્ષના મોટાભાગના સભ્યો પાલિકામાં રોકાયા હતા. શાસક પક્ષના સભ્યો સભા બાદ સીધા પાલિકા છોડી જતા રહ્યા હતા.

પત્રકારો શાસકોને સભા સંદર્ભે જવાબ મેળવવા તેઓની ચેમ્બરોમાં ગયા તો તેઓ મળ્યા હતા અને નગરપાલિકા છોડી ગયાનું જણાવાયું હતું. શાસકો પાલિકામાં કેમ રોકાયા શું તેઓ પત્રકારોના સવાલોથી બચવા માંગતા હતા. સોમવારે મળેલી નવસારી નગરપાલિકાની સભામાં ભારે શોરબકોર રહ્યો હતો. સાથે બજેટ પર કોઇપણ પ્રકારની ચર્ચા પણ કરવામાં આવી હતી.

મોટા ભાગના પાલિકાના શાસક પક્ષના સભ્યો પાલિકા કચેરી છોડી જતા રહ્યા

અન્ય સમાચારો પણ છે...