વિજલપોરમાં ધોળીકૂઈ નજીક જુગાર રમતા સાત ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાં એલસીબીએ જુગાર રમતા 7 જણાંને ઝડપી પાડી રૂ. 1.01 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

નવસારી એલસીબીને બાતમી મળી હતી કે યુવરાજ લાલચંદ રાજપૂત વિજલપોર વિઠ્ઠલ મંદિર પાછળ ધોળીકૂઈ પાસે પોતાના ભાડાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો તીનપત્તી હારજીતનો જુગાર ચલાવે છે. આ બાતમીના આધારે નવસારી એલસીબીએ ઉક્ત જગ્યાએ રેડ પાડી હતી.

રેડ દરમિયાન યુવરાજ રાજપૂત (ધોળીકૂઈ પાસે), શિવકુમાર કુશવાહા (રામનગર-3, વિજલપોર), સાગર ઉર્ફે ગૌતમ ધોલાઈ (આંબેડકરનગર, વિજલપોર), રાજુભાઈ જાદવ (ધોળીકૂઈ, વિજલપોર), વિનોદ ઉર્ફે વિનય પવાર (કૈલાશનગર, વિજલપોર), પ્રવિણભાઈ મનોરે (આકારપાર્ક સોસાયટી, વિજલપોર) અને ગજાનંદ પાટીલ (સૂર્યનગર, વિજલપોર) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

નવસારી એલસીબી પોલીસે જુગારના સાધનો તથા રોકડા રૂ. 94585 તથા મોબાઈલ નંગ 4 મળી કુલ રૂ. 1,01,085નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુના અંગે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...