• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • દેવ, ગુરૂ અને ધર્મ એમ ત્રણેય જેને મળ્યા છે એનું માનવજીવન નિશ્ચિત સફળ: પદ્મદર્શનજી

દેવ, ગુરૂ અને ધર્મ એમ ત્રણેય જેને મળ્યા છે એનું માનવજીવન નિશ્ચિત સફળ: પદ્મદર્શનજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | જૈન સંઘમાં પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન પધરામણી થઇ હતી. પૂજ્ય તાપીથી વાપી, સેલવાસ, સુધીની વિહારયાત્રા સંપન્ન કરી આજે અમલસાડ પધાર્યા હતા. પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મ સભાને સંબોધી હતી. પૂજ્યશ્રીએ જણાવ્યું હતુ કે પરમગુરૂ પાવરહાઉસ છે. સદગુરૂ એ ટાવરહાઉસ છે. ધર્મ એ શાવરહાઉસ છે. દેવ, ગુરૂ અને ધર્મ એમ ત્રણેય જેને મળ્યા છે એનું માનવજીવન નિશ્ચિત સફળ છે. આ ત્રણેયનો સદુપયોગ કરવાની કળા જેની પાસે છે એનું સદગતિમાં રીઝર્વેશન નક્કી છે. પરમાત્મા એ શક્તિનો ઘુઘવાટ મારતો મહાસાગર છે. જ્યારે પણ તમારા જીવનમાં હતાસા, નિરાશા કે તકલીફો આવી પડે ત્યારે આડા અવળા વિચાર કરવાને બદલે પ્રભુની પાસે ચાલ્યા જાઓ. પ્રભુ એ એવું પાવરહાઉસ છે કે જ્યારે જીવનની બેટરી લો થઇ જાય ત્યારે પ્રભુની સાથે કનેકશન જોઇન્ટ થતાં તમે રીચાર્જ થઇ જશો. આવા સમયે પરમાત્માની કૃપા જ જીવનમાં મસ્તી લાવી શકે તેમ છે. સદગુરૂરૂપી ટાવરમાં વેવ્સ પકડાતા હોય છે. સામ્પ્રત સમયમાં સદગુરૂના વેવ્સ આપણા જીવનને બદલી નાંખવા માટે સમર્થ છે. સદગુરૂ એ તો વર્તમાનકાળમાં જીવતા જાગતા ભગવાન છે. સદગુરૂનું શરણું સ્વપ્નમાં પણ છોડતા નહીં. ભવવનમાં ભૂલા પડેલા માટે સદગુરૂ ભોમીયાનાં સ્થાને છે. ધર્મરૂપી શાવરમાંથી આવતું અમૃત તમને સ્ફુર્તિનું પ્રદાન કરે છે. શાવર નીચે બેઠેલો માણસ જેમ આનંદને પામે છે, તેમ ધર્મરૂપી શાવરના સાનિધ્યમાં આવી જાઓ એટલે જીવનમાંથી અંધકાર વિદાય થાય છે અને આત્મામાં પ્રકાશનો તેજ પૂંજ રેલાય છે.

અન્ય સમાચારો પણ છે...