# પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિલોટવાડની અસ્વચ્છ જગ્યાની...

કચરો લેવા પાલિકાનાં વાહનો બેથી ત્રણ વખત આવશે. વધુમાં કચરાવાળી જગ્યાએ લોકો કચરો ન નાંખે તે માટે વોચમેન પણ મૂકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે સ્થાનિકો, સેનેટરી ચેરમેન, સ્થાનિક કોર્પોરેટર વિગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક રહીશ આસીફ ઉસ્માનીએ જણાવ્યું કે, કચરાની ગંદકી રોકવા સ્થાનિકોએ પાલિકાને સહયોગ આપશે. વોચમેન જે મૂકવામાં આવ્યો છે તેનો ખર્ચ સ્થાનિકો સ્વયં ઉઠાવશે.’ પાલિકાની સેનેટરી કમીટીના ચેરમેન રાજુ પટેલે જણાવ્યું કે, લોકોના સહયોગથી સિલોટવાડની જગ્યાની સૂરત બદલવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે. અગાઉ પણ પાલિકાએ આજ રીતે ગુલાબદાસની વાડી નજીકની જગ્યા, સિંધીકેમ્પ, દરગાહરોડ, મનાજીનો વાડો વિગેરે બદતર જગ્યાએ સ્વચ્છ બનાવાઇ છે’.

નવસારીના કચરાના ડેપોમાં...

જોકે છેલ્લી દિવાળી બાદ આ ફરિયાદો વધી ગઈ છે. બંદરરોડના રહીશ અને અગ્રણી મનુભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાંજ પછી આગ જોવા મળે છે. વાતાવરણ ઠંડુ થાયને બાદમાં આગના ધુમાડા અમારા વિસ્તારમાં પ્રસરે છે. અમારો શ્વાસ રૂંધાઈ છે. પાલિકા કચરો બાળતી હોવાનું અમારુ માનવું છે કારણ કે કચરાનો મોટો જથ્થો ભેગો થઈ ગયો છે, જે બાળવામાં આવે તો જ નવા કચરાની જગ્યા મળે ! નવસારી પાલિકાના ફાયર સુપ્રિટેન્ડન્ટ કિશોર માંગેલાએ જણાવ્યું કે હાલ લગભગ દરરોજ બંદર રોડ ઉપર કચરાની આગ બુઝાવવાના કોલ અમોને મળી રહ્યા છે. જેથી સાંજના સમયે બંબાઓને મોકલવા પડે છે. હાલ પાણીની સમસ્યા હોય તેને માટે પણ બંબા મોકલાઈ રહ્યા હોઈ મુશ્કેલી પણ પડી રહી છે.


# પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...