• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શ્રીમદ રાજચંદ્ર પ્રા. વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી

શ્રીમદ રાજચંદ્ર પ્રા. વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |રાષ્ટ્રના દ્વિતીય રાષ્ટ્રપ્રમુખ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓમાંથી આચાર્ય, શિક્ષક, પટાવાળાની નિયુક્તી કરી દિવસે સમગ્ર શાળાનું સંચાલન એમને સોંપવામાં આવે છે. આચાર્યા કુંતલબેન અને શિક્ષકગણના સહકારથી અને પ્રેરણાથી દરેક વિદ્યાર્થીઓએ તેમને સોંપાયેલી કામગીરી અદા કરી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓએ શિક્ષક દિન નિમિત્તે સુંદર પ્રેરણાત્મક વક્તવ્યો પણ આપ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર પણ શિક્ષક દિનની ઉજવણીનો અનેરો આનંદ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...