તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રાળુઓની વહીવટીતંત્રમાં નોંધણી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનીસૌથી કઠિન અને જોખમી યાત્રા હોવા છતાં અમરનાથ યાત્રીઓની નોંધણી સ્થાનિક વહીવટીતંત્રમાં થતા નવસારી જિલ્લાના ચોક્કસ કેટલા યાત્રીઓ અમરનાથ ગયા તેની જાણકારી સ્થાનિક સરકારી તંત્રમાંથી ઉપલબ્ધ નથી.

ભારત દેશમાં થતી અનેક યાત્રાઓમાં અનેક રીતે અમરનાથ યાત્રા અનોખી છે. સૌથી મોટી યાત્રા પણ માનવામાં આવે છે. ડુંગરો, ગુફાઓમાંથી પસાર થઈ અમરનાથ બાબાના દર્શને જવાય છે. સૌથી મહત્ત્વની વાત તો છે કે મોટાભાગની યાત્રા આતંકવાદથી અસરગ્રસ્ત જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી પસાર થતી હોય યાત્રાળુઓ ઉપર સતત આતંકવાદી હુમલાનો ડર પણ રહે છે અને યાત્રા જોખમી પણ બને છે.

અમરનાથ યાત્રા જોખમી અને કઠિન હોવા છતાં યાત્રાળુઓની સંખ્યા યા અન્ય મહત્ત્વની નોંધણી સ્થાનિક વહીવટીતંત્રમાં થતી નથી. જેથી નવસારી જિલ્લાના ચોક્કસ કેટલા લોકો અમરનાથ યાત્રાએ ગયા તેની જાણકારી પણ મળતી નથી. વહીવટીતંત્રમાં તો નોંધણી થતી નથી પરંતુ નિર્ધારિત કરાયેલી બેંકમાંથી યાત્રા માટે પરમિટ લેવી પડતી હોય ત્યાં એક રીતે નોંધણી થઈ જાય છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં આવેલી ટાવર રોડની પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રા માટે પરમિટ ઈસ્યુ થાય છે. પરમિટ મેળવવા માટે મેડિકલ ક્લીયરન્સ સહિતની કેટલીક બાબતો પરિપૂર્ણ કરાવી પડે છે. ચાલુ વર્ષની વાત કરીએ તો નવસારીની પીએનબી શાખામાંથી કુલ 153 જેટલી પરમિટ અમરનાથ યાત્રા માટે અપાઈ હતી. જેમાં પહેલગામ રૂટ માટે 84 અને બારતાલ રૂટ માટે 69 પરમિટનો સમાવેશ થાય છે. જોકે તમામ પરમિટો નવસારી જિલ્લાના યાત્રીઓ માટે છે એવું નથી. જિલ્લા બહારના લોકો નવસારીની બેંકમાંથી યા જિલ્લાના યાત્રી જિલ્લા બહારની બેંકમાંથી પરમિટ લઈ શકતા હોવાની જાણકારી મળે છે. જોકે મહત્તમ યાત્રીઓ પોતાના જિલ્લામાંથી પરમિટ લેતા હોય છે.

અંગે નવસારીના નિવાસી એડિશનલ કલેકટર કે.એસ.વસાવાએ જણાવ્યું કે જિલ્લાના યાત્રીઓની ચોક્કસ સંખ્યાની જાણકારી હાલ નથી પરંતુ જાણકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દુર્ઘટના સમયે મુશ્કેલી

અમરનાથયાત્રીઓની નોંધણી સ્થાનિક વહીવટીતંત્રમાં થતી હોય આમ તો સાધારણ સંજોગોમાં મુશ્કેલી પડતી નથી પરંતુ દુર્ઘટના સમયે (હાલ આતંકવાદી હુમલા જેવા સંજોગોમાં) યાત્રાળુઓની સંખ્યા અને તેની પૂરક જાણકારી હોવાથી મુશ્કેલી પડે છે. અલગ વાત છે કે તંત્ર જે બેંકમાંથી પરમિટ ઈસ્યુ થાય છે તેની પાસેથી જાણકારી પાછળથી મેળવી લે છે. જોકે જિલ્લાના ચોક્કસ યાત્રાળુઓની માહિતી મેળવવામાં તો ફાંફાં પડે છે.

યાત્રાળુઓને બેંકમાંથી પરમિટ તો અપાય છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રમાં કોઇપણ પ્રકારની નોંધણી થતી નથી

તંત્ર અજાણ | ચાલુ સાલે નવસારી પંજાબ નેશનલ બેંકમાંથી 153 પરમિટ યાત્રા માટે આપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...