ટેનિસ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
27મી નેશનલ ટેનીશ બોલ ક્રિકેટ ચેમ્પિયનશીપ તા.10/1 થી 13/2 દરમિયાન જમ્મુ ખાતે આયોજિત થઇ હતી, જેમાં ગુજરાત ટીમ વતી નવસારી ટાટા સ્કુલ તથા ટાટાગર્લ્સ અને ભક્તાશ્રમના ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યુ હતું.

જમ્મુ કાશમીરનાં મંત્રી મહેબુબા મુફતી ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લીધેલ ટીમે સંબોધન કરીને આશિર્વાદ આપ્યા હતા.ટાટા હાઇ.ના વ્યા.શિક્ષક ફરેદુન મીરઝાના નેજા હેઠળ ભાઇઓની ટીમ ગોવા,હરિયાણા અને તેલંગાણા સામે રમીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું, જ્યારે બહેનોની ટીમે ચંદીગઢ, એમ.પી. અને ગોવા સામે રમીને સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતું. ભાઇઓમાં ત્રણ ખેલાડીઓ મહેશ શોનકર, યશ પટેલ (ભક્તાશ્રમ), ઘીવાલા રમઝા ભારતની ટેનીશ ટીમમાં પસંદગી પામી શ્રીલંકા રમવા જનાર છે.

બહેનોની ટીમમાં જીજ્ઞાસા, કૃપાલી, જીનલ હળપતિ, મનિષા, દિયા, જીનલ રાઠોડ,ક્રિનલ,રશ્મિ પરીખ, રશ્મિ રાઠોડ (ટાટા હાઇસ્કુલ) રીયા પટેલ (ભક્તાશ્રમ) રીયા ડામોર, હેતવી પટેલ (ટાટા ગર્લ્સ). ભાઇઓ મહેશ શોનકર, આશિષ,મિલન ઢીમ્મર,ઘીવાલા રમઝા, ફૈઝાન, જયપાલ ઝાલા, કરૂણા પટેલ, જય વૈષ્ણવ,પટેલ યશ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...