ભજન-ભક્તિમાં મશગુલ થશું તો જગત ખોટું થઇ જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોઆપણે દરેકમાંથી ગુણ જોવાની દ્રષ્ટિ રાખીશું તો સત્સંગમાં પાયો દ્રઢ કરી શકીશું. ભગવાનનાં ભજન-ભક્તિમાં મશગુલ થશું તો જગત ખોટું થઇ જશે. આપણા સ્વભાવ પરાણે દુ:ખ વ્હોરી લે તેવા છે.

નિત્ય સત્સંગ કરવાથી સ્વભાવ દોષ ટાળી શકાશે અને ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવી શકાશે.બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને જીતવી અને પંચવર્તમાનનાં નિયમો દ્રઢતાથી પાળવા તો અંત:કરણ જીતી શકાશે.પરંતુ એક અંત:કરણ જીતવાથી બાહ્ય ઇન્દ્રિયો નહિ જીતાય. ઉપરોક્ત શબ્દો નવસારી ગ્રીડ સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભાને સંબોધતા સંગીતજ્ઞ સંત પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના પરાવાણીનાં ગ્રંથ વચનામૃતના આધારે સમજાવ્યું હતું કે જેથી દત્તાત્રેયે પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા,કુમારી ઇત્યાદિક સર્વેમાંથી ગુણ લીધા હતા.એ પ્રમાણે આપણે પણ ભગવાન,સંત અને ભગવાનના ભક્ત સહિત બધાનો ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ રાખવી. ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવીશું તો અંતરમાં આનંદના ફૂવારા છૂટશે.

પોતાના ધર્મ વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન સિવાય અન્ય સર્વે પદાર્થોને વિશે અરુચિ તેમજ ભગવાન અને એકાંતિક સંતને વિષે મહાત્મ્યે સહિત નિષ્ઠામ ભક્તિ કરવાથી ભગવાન અને સંત પ્રસન્ન થાય છે તેમજ એકાંતિક ધર્મ પણ સિદ્ધ થાય છે.સત્સંગમાં મોટીસંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.

સ્વામિનારાયણ મંદિરે પૂ.કૃષ્ણપ્રિયદાસ સ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...