નવસારીમાં તાપમાન ઘટતાં ગરમીમાં પણ ઘટાડો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંગુરૂવારે તાપમાન ઘટવાની સાથે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 34થી 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બુધવારે બપોરે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું. આજે ગુરૂવારે એક દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રી નીચે ઉતરી બપોરે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

ગુરૂવારે સવારના સમયે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને બપોરે 33 ટકા રહ્યું હતું. પવન સરેરાશ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસોમાં તાપમાન 37થી 38.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ગુરૂવારે તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું

અન્ય સમાચારો પણ છે...