તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જલાલપોરમાં બાઈકચાલકે બાળકને અડફેટે લેતાં ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરનાગૌરીશંકર મહોલ્લામાં માધવ માર્કેટ પાસે બાઈકચાલકે 7 વર્ષના બાળકને ટક્કર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જલાલપોરના ગૌરીશંકર મહોલ્લામાં રહેતો 7 વર્ષીય ધવલ મુકેશભાઈ રાઠોડને ભાવેશ નામના શખ્સે પોતાની બાઈક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અડફેટે લીધો હતો. 5મી સપ્ટેમ્બરે બપોરે 2.30 કલાકની આસપાસ ઘટના બની હતી. બાઈકની ટક્કર લાગતા ધવલ રાઠોડ રોડ ઉપર પડી ગયો હતો. તેને મોંઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માત બાદ બાઈકચાલક ફરાર થઈ જતા પ્રવિણ રાઠોડે ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...