તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરની સગીરાને યુવક ભગાડી જતાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરનાપૂર્વ વિભાગમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષ અને 11 માસની રીટા (નામ બદલ્યુ છે) નવસારીની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. 27મી જૂન 2017ના રોજ રીટા ઘરે આવતા ઘરના સ્નેહીજનોએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી હતી. જેથી વેડછાના એક રમેશ (નામ બદલ્યુ છે) નામના યુવક સાથે તેને સંબંધ હોય તેના ઘરે પણ પૂછતાછ કરવામાં આવી હતી પરંતુ ત્યાં રીટા મળી હતી. આજુબાજુના ઘરોમાં તપાસ કરતા ત્યાં પણ રમેશ યા કોઈ સગીરા આવી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત નવસારી, વિજલપોર, વેડછા વિસ્તારમાં તપાસ કરવા છતાં રીટા મળી હતી. અંતે રીટાના પિતાએ વિજલપોર પોલીસમાં રમેશ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી, જેમાં રમેશ રીટાને ફોસલાવી ભગાડી ગયો હોવાનું જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઈનચાર્જ સીપીઆઈ આર.એસ. ડોડીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...