તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • પુણ્ય તો સામેની વ્યક્તિને દબાવી દે છે, જ્યારે પ્રેમ સામેનાને વશ કરી દે છે

પુણ્ય તો સામેની વ્યક્તિને દબાવી દે છે, જ્યારે પ્રેમ સામેનાને વશ કરી દે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્જિનિયરજે પ્રમાણે પ્લાન બનાવે તે પ્રમાણે મકાન બને છે. દરજી જે પ્રમાણે કપડાનું કટિંગ કરે તે પ્રમાણે વસ્ત્ર તૈયાર થાય છે. માનવભવ પામીને જે રીતે જીવન જીવીએ છીએ તે રીતે પરલોકમાં જન્મ મળે છે. આંબો વાવનાર કેરી મેળવે છે, બાવળ વાવનારા કાંટા પ્રાપ્ત કરે છે તેમ પરાર્થી જીવન જીવનાર સારી ગતિ મેળવે છે. સ્વાર્થી હિંસક શૈલી જીવનાર ખરાબ ગતિ પ્રાપ્ત કરે છે.

મહાવીર સોસાયટી શ્રી વાસુપૂજ્ય જીનાલયમાં આચાર્ય હંસકીર્તિસૂરિજીની પાવન નિશ્રામાં પ્રવચનકાર પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ સત્સંગ સભાને સંબોધતા જણાવ્યું કે ધર્મશાળામાં રહેલા યાત્રિકો ગાડીનો સમય થતા બિસ્તર-બેગ લઈને રવાના થઈ જાય છે તેમ સંસારરૂપી ધર્મશાળામાં રહેતા આપણે આયુષ્ય પૂર્ણ થતા પાપ-પુણ્યના બિસ્તર લઈને રવાના થવાનું છે.

દરરોજ તમામ સાધકોએ વિચારવું જોઈએ કે શું મારું જીવન ક્યારે પણ સમાપ્ત થઈ શકે છે પરલોકમાં મારી સાથે શું શું આવશે મરણ જેવો સેક્યુલર કોઈ નથી. મૃત્યુના સકંજામાં કોઈપણ બચી શક્યું નથી. શરીર ઘરડું થાય તે પહેલા શરીરથી ભલાઈનું કામ કરી લેવા જેવું છે. સંપત્તિથી કોઈની દુવા લઈ લો. પરસેવા માટે પાડેલો પરસેવો ગંગાજળ કરતા પણ વધુ કિંમતી છે. ધૂપસળી સળગીને સુગંધ આપે છે, ચંદન ઘસાઈને પણ ઠંડક આપે છે. આપણે તો માણસ છીએ. પ્રેમ પરોપકારનું વ્યસન હોવું જોઈએ. પુણ્ય તો સામેની વ્યક્તિને દબાવી દે છે, જ્યારે પ્રેમ સામેનાને વશ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...