તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ગુરૂની આજ્ઞામાં સમિધ બનીને હોમાઇ જઇએ ત્યારે ગુરૂની પ્રસન્નતા પ્રાપ્ત થાય

ગુરૂની આજ્ઞામાં સમિધ બનીને હોમાઇ જઇએ ત્યારે ગુરૂની પ્રસન્નતા પ્રાપ્ત થાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂનીઆજ્ઞામાં સમિધ બનીને હોમાય જઇએ ત્યારે ગુરૂની પ્રસન્નતા પ્રાપ્ત થાય. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનકાળે પ્રગટ ગુરૂ હરિ મહંત સ્વામી મહારાજ પણ આજ્ઞા પાલનમાં પાછી પાની કરી નથી. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભાને સંબોધતાં પૂ.સંતપ્રિય સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.સંતપ્રિય સ્વામીએ કથામૃતની જ્ઞાનગંગા વહેવડાવતાં વધુમાં જણાવ્યું હતું કે એક વખત પ્રમુખ સ્વામી મહારાજની તબિયતનાં નાદુરસ્ત હોવા છતાં યોગીજી મહારાજની આજ્ઞા થતાં ડેમોલ ગામે 45 પધરામણી કરેલી અને શાળામાં પણ સભા કરેલી બાદ યોગીજી મહારાજ રામોલ ગામે હતા ત્યાં રાત્રે પહોંચ્યા હતા. સભા ચાલતી હતી ત્યાં યોગીજી મહારાજે રાત્રે 10.30 કલાકે પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા છે. હવે તેઓ સભામાં કથામૃતનું પાન કરાવશે. પ્રમુખ સ્વામી મહારાજે ગુરૂની આજ્ઞા દેહની પરવાહ કર્યા વિના પાળી આવા તો અનેક પ્રસંગો છે કે યોગીજી મહારાજની આજ્ઞા થતાં સમય, સંજોગો, તબિયત કશું જોતા પ્રમુખ સ્વામી મહારાજે યોગીબાપાની આજ્ઞા સધ્ધર ઝીલી તેનું પાલન કરતા રીતે પ.પૂ.મહંત સ્વામી મહારાજ પણ ગુરૂની આજ્ઞા પાલનમાં દ્રઢતા રાખતા આપણા ગુરૂહરિ મહંત સ્વામીની આજ્ઞા પાળી જીવન ધન્ય બનાવીએ.આ પ્રસંગે સારંગપુરથી પધારેલા પૂ.ગુણદર્શન સ્વામીએ પ્રસંગો ટાંકી પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના અહમ શૂન્યતા તથા દાસત્વ ભક્તિ વિષે પ્રકાશ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...