• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભાસ્કર િવશેષ | રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખડસુપા ખાતે કૃષિમેળો યોજાયો

ભાસ્કર િવશેષ | રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખડસુપા ખાતે કૃષિમેળો યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયકૃષિ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ અને આત્માા પ્રોજેકટના સંયુકત ઉપક્રમે ખડસુપા કોળી પટેલની સમાજની વાડી ખાતે નવસારી તાલુકાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું હતું. જેનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલે કરાવ્યો હતો.

કૃષિ મેળો અને પ્રદર્શનમાં મોટી સંખ્યાેમાં ખેડૂતો ઉમટી પડયા હતા. પ્રદર્શની દ્વારા ખેડૂતોને આધુનિક ઢબે ખેતી અને પશુપાલનની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અવસરે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, રાજય સરકાર ખેડૂતો ઓછો ખર્ચ કરીને, વધુ આવક મેળવે તે માટે આવા કૃષિ મેળાઓ અને પ્રદર્શનનું આયોજન કરીને, ખેડૂતોને જાણકારી આપે છે. ખેડૂતો આત્મનિર્ભર બને તે રાજય સરકારનો આશય રહેલો છે. નવસારી તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને બાગાયતી ખેતી થાય છે. ખેડૂતો માટેની અનેકવિધ યોજનાઓ ઉપયોગી બનશે. તેનો લાભ લેવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડિનેટર ડો. સી.કે.ટીમ્બનડીયાએ નવસારી જિલ્લો સજીવ ખેતી તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવી, ખેડૂતોમાં આવેલી જાગૃતિના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશોમાં રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે છે, જેના કારણે ખેતીનાશક જંતુઓ ઓછા મળે છે. આપણે ત્યાંં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગના કારણે જંતુઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેના થકી ખેડૂતોની ઉપજમાં નુકસાન વેઠવું પડે છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને સજીવ ખેતી કરવા પ્રેરિત કરી, જૈવિક ખાતર, બાયોફર્ટિલાઇઝર વાપરવા અનુરોધ કર્યો હતો.

સંયુકત ખેતી નિયામક ડો.ગરાસીયાએ ખેતીને સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌધરીએ ખેતી પાકોમાં ધ્યાનમાં લેવા મહત્વના પરિબળો અંગે જાણકારી આપી હતી. નાયબ પશુપાલન અધિકારી ડો. પ્રજાપતિએ દુધનું ઉત્પાદન વધારવા પશુઓની માવજત કેવી રીતે કરવી, શું કાળજી લેવી તેનાથી પશુપાલકોને માહિતગાર કર્યા હતા. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે નવસારી જિલ્લામાં બાગાયતી પાકોમાં રહેલી તકો, આધુનિક ઢબે બાગાયતી ખેતીથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

ખડસુપામાં યોજાયેલા કૃષિમેળામાં ઉપસ્થિત મહિલાઓ.

બાગાયતી ખેતીથી ખેડૂતોને માહિતગાર કરાયા

અન્ય સમાચારો પણ છે...