• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | રાધાકૃષ્ણસોસાયટી કબીલપોર નવસારીમાં મહિલા મંડળ તથા યુવક મંડળના

નવસારી | રાધાકૃષ્ણસોસાયટી કબીલપોર નવસારીમાં મહિલા મંડળ તથા યુવક મંડળના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | રાધાકૃષ્ણસોસાયટી કબીલપોર નવસારીમાં મહિલા મંડળ તથા યુવક મંડળના સંયુક્ત પ્રયાસથી 8 દિવસીય શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરાયું હતું. વ્યાસપીઠ પરથી ભાગવતાચાર્ય ભરતભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવતા હતા. કથાના વિરામ પ્રસંગે ઉત્કર્ષ મંડળ હરેશ વશી, દિનેશભાઈ મિસ્ત્રી, દિલીપ નાયક, રણછોડભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર વસ્ત્રસેતુ દાન યોજના ચલાવે છે તેઓએ બાપુનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. કથામાં ઉપસ્થિત લોકોએ જૂના વસ્ત્રોનું ખુબ મોટી સંખ્યામાં દાન કર્યું હતું. એકત્રીત થયેલા વસ્ત્રો અલ્પવિકસિત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ઉત્કર્ષ મંડળના કાર્યકર્તાઓ પહોંચાડી દેશે. બાપુએ ઉત્કર્ષ મંડળની પ્રવૃત્તિને બિરદાવી હતી.

ઉત્કર્ષ મંડળની પ્રવૃત્તિને કથાકારે બિરદાવી

અન્ય સમાચારો પણ છે...