• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • રિવોલ્વર પ્રકરણમાં નવસારી પોલીસ તપાસ માટે સોનગઢમાં

રિવોલ્વર પ્રકરણમાં નવસારી પોલીસ તપાસ માટે સોનગઢમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીલાલવાણી ખંડણી પ્રકરણમાં પકડાયેલા આરોપીને રિવોલ્વોર સાથે 40 હજાર રૂપિયાનો તોડ કરીને છોડી દેવાની ઘટનામાં પકડાયેલા સોનગઢના પોકો નવરાજસિંહ ડાભીને લઈ નવસારી પોલીસની ટીમ તપાસ માટે સોનગઢ ખાતે આવી હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાંથી કેટલીક માહિતી એકત્રિત કરી ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ પાંખરેની ધરપકડ માટે પ્રયત્ન શરૂ કર્યા હતાં.

નવસારી લાલવાણી બંધુઓ પાસે 5 કરોડની ખંડણી માંગવાના પ્રકરણના મુખ્ય સૂત્રધાર કેયુર દેસાઈને નંદુરબારથી નવસારી પિસ્તોલ લઈને આવતાં હતાં તે વેળાએ સોનગઢ ચેકપોસ્ટ પાસે પિસ્તોલ સાથે પકડી લેનાર નવરાજસિંહ ડાભી અને અનિલ પાંખરેએ 40 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાની હકીકત કેયુરે નવસારી પોલીસને જણાવી હતી. જેને આધારે નવસારી પોલીસની ટીમે સોનગઢથી નવરાજસિંહ ડાભીની ધરપકડ કરી તેના વિરુદ્ધ એસીબીનો ગુનો નોધ્યો હતો. પ્રકરણની તપાસ કરતાં અધિકારી ડીવાયએસપી બી. એસ. મોરી તથા એસઓજી પીઆઈ સલીમ શેખ નવરાજસિંહ ડાભીને લઈ શુક્રવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતાં. જ્યાં ગુનાને લગતી તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...