• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા તાલુકાના માનકુનિયા પીએચસીમાં વાહનની મુશ્કેલી

વાંસદા તાલુકાના માનકુનિયા પીએચસીમાં વાહનની મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદાતાલુકાના માનકુનિયાના પીએચસીના વાહનોના ટાયર બદલતા એક-દોઢ વર્ષથી મુશ્કેલી પડી રહી છે.

શુક્રવારે નવસારી જિલ્લા પંચાયતની સભા હતી. સભામાં જિલ્લા પંચાયતના સભ્ય બારૂકભાઈ ચૌધરીએ માનકુનિયા પીએચસીના વાહનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સભ્યએ જણાવ્યું કે માનકુનિયા પીએચસીની એમ્બ્યુલન્સના ટાયર ખરાબ થઈ ગયા છે. ટાયર ગાયબ થઈ ગયા હોવા છતાં છેલ્લા ઘણાં સમયથી બદલાતા નથી. વાહનના ટાયરની સમસ્યાને કારણે પીએચસીમાં મુશ્કેલી પડી રહ્યાનું પણ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત સભ્યની રજૂઆત સંદર્ભે કોઈ આરોગ્ય વિભાગમાંથી તો સંતોષકારક જવાબ મળ્યો પરંતુ ડીડીઓ તુષાર સુમેરાએ સમસ્યા હલ કરવાની ખાતરી જરૂર આપી હતી. એવી પણ જાણકારી મળી છે કે ગ્રાંટની સમસ્યાને કારણે વાહનના ટાયર બદલવા મુશ્કેલી પડી રહી છે.

ડીડીઓએ સમસ્યા હલ કરવા ખાતરી આપી

અન્ય સમાચારો પણ છે...