નવસારી |રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ એન. સી. એસ. ટી.
નવસારી |રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ એન. સી. એસ. ટી. સી. નેટવર્ક ન્યુ દિલ્હી ભારત સરકાર દ્વારા દેશભરના બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખીલે એવા ઉમદા હેતુથી ભારતના તમામ રાજ્યોમાં પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં સ્ટેટ કો-ઓર્ડિનેટર ગુજકોસ્ટના સહયોગથી પ્રવૃત્તિ કાર્યરત છે. જે બદલ ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાની બાળવિજ્ઞાન પરિષદનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વિદ્યાકુંજ હાઇસ્કુલ નવસારી ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાએ ભાગ લીધો હતો. ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનીકરણ અને તેના સાત પેટા વિષયો પર અભ્યાસ પ્રોજેક્ટનું પ્રસ્તુતીકરણ કર્યુ હતુ. જેમાંથી નિર્ણાયકોએ 10 પ્રોજેક્ટ સિલેક્ટ કર્યા હતા. જે નવેમ્બર માસમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ યોજાઇ