તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ખેરગામને વલસાડ જિલ્લામાં સમાવવા તાલુકા પંચાયતમાં પણ ઠરાવ કરાયો

ખેરગામને વલસાડ જિલ્લામાં સમાવવા તાલુકા પંચાયતમાં પણ ઠરાવ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામતાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવાની ઝૂંબેશમાં ખેરગામ તાલુકા પંચાયતે પણ ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવા સર્વાનુમતે ઠરાવ કરતા ઝૂંબેશને વધુ વેગ મળ્યો છે.

ખેરગામ તાલુકા વિકાસ સમિતિ દ્વારા ચલાવાઈ રહેલી ઝૂંબેશમાં ખેરગામ તાલુકાના 22 પૈકીના 21 ગામોએ તેમના ગામને વલસાડ જિલ્લામાં સમાવવામાં આવે એવો ઠરાવ કર્યો હતો. જે બાદ સમિતિએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી સામાન્ય સભાને ઠરાવ કરવાની માગણી કરાઈ હતી. જેમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત કચેરીમાં બપોરે 1.30 વાગ્યે યોજાયેલી સામાન્ય સભામાં મુદ્દો ચર્ચામાં લેવાયો હતો. જેમાં સભ્ય અરવિંદ પટેલ દ્વારા ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવાનો ઠરાવ કરવાની દરખાસ્ત કરાઈ હતી. દરખાસ્તને સભ્ય રાજુભાઈ આહિરે ટેકો આપતા સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતો. ખેરગામ તાલુકા પંચાયતે પણ ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવાનો ઠરાવ કરતા ઝૂંબેશને વધુ બળ મળ્યું છે. તાલુકા પંચાયત દ્વારા કરાયેલા ઠરાવ બાદ હવે નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવા આગેવાનો રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે. ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવાની ઝૂંબેશને જનપ્રતિસાદ મળી રહ્યો છે.

નવસારી જિલ્લા પંચાયતની સભામાં ઠરાવ કરવા આગેવાનો રજૂઆત કરશે

અન્ય સમાચારો પણ છે...