તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • એલર્ટને પગલે ગુજરાત મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓની બેઠક મળી

એલર્ટને પગલે ગુજરાત-મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓની બેઠક મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંઆતંકી હુમલા અંગે આઈ.બી.એ આપેલા એલર્ટ બાદ રવિવારે સાપુતારામાં ગુજરાત-મહારાષ્ટ્રના સરહદીય જિલ્લાઓના પોલીસ અધિકારીઓની ટુરીઝમના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

ગુજરાત રાજ્યમાં દરિયાઈ સીમામાંથી આતંકી ઘૂસ્યા હોવાના એલર્ટ જારી કર્યા બાદ ગુજરાત રાજ્યને જોડતા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના સરહદીય પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં સરહદીય ગામોમાં સંવેદનશીલ વિસ્તાર તથા અસામાજિક તત્ત્વો પર નજર રાખવા તેમજ બહારથી આવેલા વ્યક્તિની સંપૂર્ણ તપાસ હાથ ધરવા આપસમાં સમજૂતી અંગે ચર્ચાઓ કરાઈ હતી. ગુજરાત રાજ્યના સાગબારા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ લાગેલી છે. જેથી વિસ્તારમાં આતંકીઓ પોતાનો મનસુબો પાર પાડે તેની સાવચેતી રાખવા બંને રાજ્યોના પોલીસ અધિકારીઓના સંકલન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલ શિવરાત્રિના તહેવારમાં ભક્તોની ભારે ભીડમાં આતંકી હુમલો થાય તેવી દહેશતના પગલે તેને કેવી રીતે પહોંચી શકાય તેની વ્યૂહરચના અંગે બંને રાજ્યોની પોલીસ વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં નવસારી, તાપી, ડાંગનાં પીએસઆઈ તથા નાસિક જિલ્લાના ડીવાયએસપી સહિત ડાંગ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ તથા સાપુતારા પીએસઆઈ આર.સી.વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...