રૂ. 4 લાખથી વધુનો દારૂ પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપંથકમાં જુદી જુદી જગ્યાએથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવસારી એલસીબી સહિત આર.આર.સેલ, સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની પોલીસ ટીમોએ દારૂ પકડવામાં સફળતા મેળવી હતી.

નવસારી એલસીબીના પો.કો. કલ્યાણભાઈ રામભાઈ તથા પો.કો. સુનિલસિંહ દેવીસિંહને બાતમી મળી હતી કે એક મેટાલિક ગ્રે કલરની ઈનોવા ગાડી (નં. જીજે-1-કેપી-1221)માં દારૂનો જથ્થો દમણથી ભરી ને.હા.નં.8 ઉપરથી સુરત તરફ જનાર છે. બાતમીને આધારે બોરીયાચ ટોલનાકા પાસે ને.હા.નં. 8 મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર એલસીબીની ટીમે નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળી ઈનોવા ગાડી આવતા તેના ચાલકને કાર ઉભા રાખવા ઈશારો કરતા ચાલકે થોડે દૂર ગાડી ઉભી રાખી હતી. ગાડી ઉભી રાખી ચાલક ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડવા દોડ્યા હતા પરંતુ તે અંધારામાં ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઈનોવામાં તપાસ કરતા દારૂની 360 બોટલો કિંમત રૂ. 1.56 લાખ તથા બે નંબર પ્લેટ અને ઈનોવા કિંમત રૂ. 7 લાખ મળી કુલ રૂ. 8.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઈનોવાનો ચાલક ભાગી જતા તેના વિરૂદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આર.આર.સેલની શાહુ ગામે રેડ

સુરતઆર.આર.સેલની ટીમે પણ નવસારી તાલુકાના શાહુ ગામે રહેતા ચંદુભાઈ કુમાવતને ત્યાં રેડ કરતા ત્યાંથી રૂ. 6750ની દારૂની 57 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ચંદુ કુમાવતની પોલીસને જોઈ ભાગી ગયો હતો. ઘટનાની ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ધોળાપીપળાથી રૂ. 2.52 લાખનો દારૂ પકડાયો

નેશનલહાઈવે નં. 8 ઉપર ધોળાપીપળા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કારમાંથી રૂ. 2.52 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં રહેતો અનિલ વકીલ કાર (નં. ડીડી-પી-3-સી-2745)માં દારૂ ભરીને જઈ રહ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધોળાપીપળા નજીકથી ઝડપી પાડ્યો હતો. કારમાંથી પોલીસને રૂ. 2.52 લાખની કિંમતનો 2268 નંગ દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત રૂ. 4,52,500ની કિંમતનો મુદ્દામાલ સહિત અનિલને ઝડપી પાડી વધુ તપાસ અર્થે ગ્રામ્ય પોલીસ મથકમાં તેની ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...