તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમલસાડના કેમ્પમાં 829 દર્દીની તપાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમલસાડસામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તા.19-3-2017 ને રવિવારે સવારે 9.30 કલાકે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં સ્વરાજ ચેરીટેબલ ટ્રસ્ટ,માનવરોગ નિવારણ મંડળ નવસારીની સાથે અમલસાડ વિભાગ જનસેવા સમિતિ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર અમલસાડ ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતાં.

સેવાની ભાવનાને વહેલા વિવિધ ટ્રસ્ટોએ અમલસાડની આજુબાજુનાં ગામો પૈકી સરીબુજરંગ,છાપર,વાસણ,સરીખુરદ,મેંધર,કલમઠા,દેવધા,ભાઠા,મોરલી,કછોલી,ધમડાછા,ગંઘોર ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.જેમાં વિવિધ ફેકલ્ટીનાં ડોક્ટરો પૈકી ફિઝિશ્યન,ઓર્થોપેડીક,બાળરોગ,યુરોલોજીસ્ટ (કીડની,મુત્રપિંડ રોગો),જનરલ સર્જન,કાન,નાક,ગળાનાં,આંખરોગનાં નિષ્ણાંત,જનરલ,સ્ત્રીરોગ (ગાયનેકોલોજીસ્ટ) ચામડીનાં રોગ નિષ્ણાંત,ડેંટીસ્ટ,ચેસ્ટ ફીઝીશ્યનનાં ડોક્ટરો હાજર રહેતા કુલ 829 દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવતા તપાસ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીને રાહત દરે ઓપરેશન કરી અપાશે.અમલસાડ પીએચસી ને સીએચસીમાં રૂપાંતર કર્યા પછી સરકારી દવાખાનામાં અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.આ પ્રસંગે નવસારી તાલુકાનાં ધારાસભ્ય પિયુષ દેસાઇએ જણાવ્યું કે સર્વરોગ નિદાન કેમ્પનાં આયોજકોએ ગરીબોના આસુ લુછવાનો નમ્ર પ્રયાસ હાથ ધર્યો છે.કારમી મોંઘવારીમાં મેડિકલ ટ્રીટમેન્ટ ખુબ મોઘી બનતી જાય છે.એવા સંજોગોમાં વિવિધ ટ્રસ્ટોએ કરેલું આયોજન સરાહનિય છે.આયોજકોની પ્રશંનીય કામોથી પ્રભાવિત થઇ પિયુષ દેસાઇએ તેમની ગ્રાન્ટમાંથી રૂ.3.50 લાખ ફાળવતા બાકીનાં 3.50 લાખ લોક ફાળો ભેગા કરી એક્ષ-રે મશીનની જરૂરિયાત પુરી પાડવામાં આવશે.

અમલસાડમાં રોગનિદાન કેમ્પ યોજાયો.

સીએચસીમાં 3.50 લાખનું એક્સ-રે મશીન મૂકવાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો