તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પી ટ્રેનમાં ધમાલ કરતી મહિલાની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇથીસુરત તરફ જઇ રહેલી ફલાઇગરાની ટ્રેનના મહિલા કોચમાં એક મહિલાએ દારૂના નશામાં ધમાલ કરી હતી. કોચમાં બેસેલી અન્ય મહિલાઓએ અંગેની ફરિયાદ કરતા વાપી આરપીએફની ટીમે દારૂના નશામાં યાત્રા કરનાર મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શનિવારે ફલાઇગરાની ટ્રેનમાં મહિલા કોચમાં એક મહિલા દારૂના નશામાં અન્ય મહિલાઓ સાથે લડાઇ-ઝઘડો અને ઘમાલ કરતા આરપીએફના કંટ્રોલરૂમને જાણ કરાઇ હતી. વાપી આરપીએફના સ્કોટીંગ સ્ટાફે મહિલા કોચમાં જઇને ઘમાલ કરનારી મહિલાની ધરપકડ કરી હતી. મુંબઇથી નવસારી સુધી યાત્રા કરનાર મહિલાની ઓળખ મુંબઇના પરેલ ખાતે રહેલી પ્રાપ્તિ મનોજ ગુપ્તા તરીકે થઇ હતી. વાપી આરપીએફના જવાનોએ કાર્યવાહી કરીને મહિલાની મેડિકલ ટેસ્ટ કરાવતા દારૂ પીધેલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો