તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ભાસ્કર િવશેષ | ફાયર સ્ટેશનનાં મકાનમાં નવસારી પાલિકાની વિભાગીય કચેરી પણ કાર્યરત કરવામાં આ‌વશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | ફાયર સ્ટેશનનાં મકાનમાં નવસારી પાલિકાની વિભાગીય કચેરી પણ કાર્યરત કરવામાં આ‌વશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીપૂર્વ વિભાગમાં બે ફાયર સ્ટેશનો કાર્યરત થયા બાદ પશ્ચિમ વિભાગ માટે પણ જલાલપોરમાં ફાયર સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જેથી ટુંક સમયમાંજ પશ્ચિમ વિસ્તારના લોકોને નવા ફાયર સ્ટેશનનો લાભ મળશે.

નવસારીનાં સાંઢકુવા વિસ્તારમાં તાજેતરમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરાયું હતું.જેની સાથે હવે નવસારીના પૂર્વ વિભાગમાં જુનું અને સાંઢકુવા વિસ્તારનું એમ બે ફાયર સ્ટેશનો કાર્યરત થઇ ગયા છે.જોકે નવસારી નગરપાલિકાએ માત્ર પૂર્વ વિભાગમાં નજર નથી દોડાવી પશ્ચિમ વિભાગ ઉપર પણ ફાયર બ્રિગેડ માટે નજર દોડાવી છે.આ અંગે જલાલપોર વિસ્તારનાં કોર્પોરેટર કાંતીભાઇ પટેલે જણાવ્યું કે,જલાલપોર વિસ્તારમાં નવું ફાયર સ્ટેશનનું મકાન લગભગ તૈયાર થઇ ગયું છે,સાથે સાથે આજ મકાનમાં નવસારી નગરપાલિકાની વિભાગીય કચેરી પણ બનાવવામાં આવી છે.જોકે નવા ફાયર સ્ટેશન અને વિભાગીય કચેરીનું લોકાર્પણ બાકી છે.

અહીં ઉલ્લેખનીય છે કે,જલાલપોર વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવતા નવસારીનાં પશ્ચિમ વિભાગ ઉપરાંત પશ્ચિમે આવેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ આગ લાગવાનાં સમયે નવું ફાયર સ્ટેશન ઉપયોગી બનશે.આગના સ્થળે ફાયરબ્રિગેડનાં બંબા જલદીથી પહોંચી શકશે.

જલાલપોરમાં નવા ફાયર સ્ટેશન તૈયાર થઇ ગયું છે.

જલાલપોર વિસ્તાર માટે પણ નવું ફાયર સ્ટેશન તૈયાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો