તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરનું સૌથી ગંદું સ્થળ રમણીય બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરનાંકચરાવાળા તળાવ તરીકે જાણીતા બનેલ ડોલીતળાવની 4.50 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે કાયાપલટ કરાશે.શહેરનાં સૌથી ગંદા સ્થળને સૌથી સુંદર સ્થળ બનાવાશે.

વિજલપોર શહેરનાં છાપરા ગામની હદને અડીને ડોલીતળાવ આવેલું છે. ડોલીતળાવ નજીક વિજલપોર શહેરનો ઘનકચરો ઠાલવવામાં આવે છે.તળાવ નજીક કચરો ઠલવાતો હોઇ ડોલીતળાવ કચરાવાળા તળાવ તરીકે પણ ઓળખાઇ છે.આ વિસ્તારમાં શહેરભરનો કચરો ઠલવાતો હોઇ શહેરનો સૌથી ખરાબ ગંદો વિસ્તાર પણ બની ગયો છે.જો કે સૌથી ગંદા વિસ્તારને સૌથી સારો વિસ્તાર બનાવવાનું નગરપાલિકાએ આયોજન કર્યુ છે.

અંગે મળતી માહિતી મુજબ વિજલપોર શહેરનાં પૂર્વ વિભાગે આવેલ ડોલીતળાવનો વિકાસ કરવાનું નક્કી કરાયું છે.માત્ર વિકાસ નહીં તળાવને નયનરમ્ય અને સુંદર વિસ્તાર બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.તળાવનાં કાયાપલટ ...અનુસં. પાના નં. 2

કચરાનું સ્થળ બદલવામાં આવશે?

વિજલપોરનાંડોલીતળાવ નજીક શહેરભરનો કચરો છેલ્લા કેટલાક વખતથી ઠાલવવામાં આવી રહયો છે.જેના કારણે વિસ્તાર શહેરનો સૌથી ખરાબ વિસ્તાર બની ગયો છે.આમ તો કચરો મુખ્ય તળાવની બહાર ઠલવાય છે.પરંતુ કચરો તળાવને અડીને ઠલવાતો હોઇ તેની અસર તો થાય છે.શું ડોલીતળાવનો વિકાસ કરાય પછી પણ કચરો હાલનાં સ્થળે ઠલવાશે?જો આમ થાય તો તળાવ વિકાસનો અર્થ રહેશે નહીં.એમ જાણકારો જણાવે છે.પાલિકાએ તળાવ વિકાસની સાથે કચરાનું સ્થળ પણ બદલવું પડશે એવું લાગી રહ્યું છે.

વિજલપોરનું ડોલીતળાવ કે જ્યાં નજીક કચરો ઠલવાય છે. તસવીર-ભદ્રેશ નાયક

કચરાપેટીમાં ફેરવાયેલા ડોલીતળાવની 4.50 કરોડના ખર્ચે કાયાપલટ થશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો