નારણલાલા સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:36 AM IST
Navsari - નારણલાલા સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
નવસારી | નારણલાલા સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પિયુષભાઈ ભટ્ટ, સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ કંસારા, ટ્રસ્ટી વિજયભાઈ કંસારા, કેમ્પસ નિયામક ડો. દીનુભાઈ નાયક હાજર રહ્યા હતા. કેમ્પસ નિયામક ડો. દીનુભાઈ નાયકે જણાવ્યું હતું કે આત્મદીપ પ્રગટાવી, જીવનું શિવમાં રૂપાંતર કરે તે શિક્ષક. મુખ્ય વક્તા પિયુષભાઈ ભટ્ટે હ‌ળવી અને રમૂજી શૈલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થાય તેવી વાતો ઉદાહરણ સાથે રજૂ કરી હતી. શાળાના આચાર્ય પ્રિતેશભાઈ ટેલરે મહેમાનોને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ધો. 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કાવ્યા ટેલરે કર્યું હતું.

X
Navsari - નારણલાલા સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી