Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા વલસાડ આવશે

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા વલસાડ આવશે

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:36 AM

કોળી પટેલ સમાજના કાર્યક્રમમાં આમંત્રણથી રાજકીય ચહલપહલ

  • Navsari - કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા વલસાડ આવશે
    કોળી પટેલ સમાજના કદાવર નેતા અને કોંગ્રેસનો છેડો ફાડી ભાજપની કંઠી ધારણ કરનાર કુંવરજી બાવળિયા પ્રથમવાર વલસાડના આંગણે યોજાનાર તાલુકા કોળી પટેલ સમાજના તેજસ્વી તારલાં સન્માન સમારોહમાં આમંત્રિત કરાતા તાલુકા ભાજપમાં ચહલપહલ શરૂ થઇ છે. ભાજપમાં પ્રવેશ બાદ કેબિનેટ મંત્રીપદ સંભાળનાર બાવળિયા જોશદાર વક્તા તરીકે વલસાડના કોળી પટેલ સમાજને સંબોધન કરશે.

    વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તિથલ રોડ કોળી પટેલ સમાજની વાડીમાં તેજસ્વી તારલા સન્માન સમારોહ અને શિષ્યવૃ્ત્તિ વિતરણ કાર્યક્રમનું મંડળના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા મોટાપાયે આયોજન કરાયું છે. 9 સપ્ટેમ્બર રવિવારે સવારે 10 વાગ્યે યોજાનાર આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ લેનાર કોળી પટેલ સમાજના રાષ્ટ્રિય પ્રમુખ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને આમંત્રણ અપાયું છે. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના પીઢ નેતા કુંવરજીનું વલસાડમાં આગમન થવાના પગલે તાલુકા ભાજપમાં ભારે દોડધામ શરૂ થઇ છે.આક્રમકશૈલીમાં ભાષણની કુનેહ ધરાવતા બાવળિયા કોળી પટેલોને સંબોધન કરશે.સમારોહમાં જિ.પં.પ્રમુખ મણિલાલ પટેલ, નવસારી જી.પં.પ્રમુખ ડો.અમિતા પટેલ, સુરતના ઉદ્યોગપતિ અજિત પીઠાવાલા, સમાજના અગ્રણી બિપીનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending