Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - મેંધર શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠશિક્ષકનો એવોર્ડ અપાયો

મેંધર શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠશિક્ષકનો એવોર્ડ અપાયો

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:36 AM

નવસારી | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે ટાટા હોલ ખાતે...

  • Navsari - મેંધર શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠશિક્ષકનો એવોર્ડ અપાયો
    નવસારી | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે ટાટા હોલ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ગણદેવી તાલુકાની દરિયાકિનારે આવેલા મેંધર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક રમેશભાઈ રામાભાઈ પટેલ (મોરલી) હાલ બીલીમોરાને તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે શાલ, પ્રશસ્તિપત્ર અને રૂ. 5 હજારનો પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. શાળાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ, ગુણવત્તા એવોર્ડ, બાળવાર્તા જિલ્લામાં પ્રથમ, વાંચે ગુજરાત તાલુકામાં પ્રથમ, જિલ્લામાં તૃતીય, ચૈતન્ય શાળા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યકક્ષાએ ત્રણવાર અને રાષ્ટ્રીય કક્ષાએ એકવાર પસંદગી, શ્રેષ્ઠ એસએમસી એવોર્ડ જેવી પસંદગીમાં અગ્રેસર રહ્યા છે. આ સન્માન બદલ શાળાના આચાર્ય હરકીશનભાઈ ટંડેલ, શિક્ષક સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ