Home » Daxin Gujarat » Latest News » Navsari » Navsari - જિલ્લા કલેકટરનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટરનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:36 AM

દિવસેે લોકો કામ પર જતાં હોવાથી નવો અભિગમ

  • Navsari - જિલ્લા કલેકટરનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
    રાજય સરકાર દ્વારા લોકપ્રશ્નોને ઘરઆંગણે જઇને વાચા આપવા કલેકટરોને ગામડે જઇને રાત્રિ રોકાણ દરમિયાન પ્રશ્ન સાંભળીને ઉકેલ લાવવા સુચન કરવામાં આવ્‍યું હતું, જેના ભાગરૂપે જલાલપોરના છીણમ ગામે કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ ગ્રામજનો સાથે રાત્રિના જનસંપર્ક કાર્યક્રમ કરી ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ માટે સંવાદ કર્યો હતો.

    કલેકટરે જણાવ્યું હતું કે, પાંચેક માસથી રાત્રિસભા કરી ગ્રામજનોના પ્રશ્નોને વાંચા આપવા પ્રશ્નોનો ઉકેલ લાવી હલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવે છે કે દિવસે ગ્રામજનો કામે જતા હોવાથી કોઇના પ્રશ્નો બાકી ન રહે એવો આશય છે. કાર્યક્રમમાં ગ્રામજનોએ રસ્તા, વૃદ્ધ, વિધવા પેન્શન, બી.પી.એલ.કાર્ડ કઢાવવા, આવાસ રોજગારીના પ્રશ્નો અંગે બહેનોએ રજૂઆત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ