નવસારીમાં બે ટ્રેન અકસ્માતમાં એક યુવકનું મોત, એક ઘાયલ

નવસારી રેલવેની હદમાં જુદા જુદા બે ટ્રેન અકસ્માતમાં બે વ્યક્તિ ટ્રેન અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:36 AM
Navsari - નવસારીમાં બે ટ્રેન અકસ્માતમાં એક યુવકનું મોત, એક ઘાયલ
નવસારી રેલવેની હદમાં જુદા જુદા બે ટ્રેન અકસ્માતમાં બે વ્યક્તિ ટ્રેન અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.

રેલવે પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીમાં માણેકલાલ રોડ ઉપર સુપ્રિમ ટાવર વિસ્તારમાં રહેતા વિજયકુમાર જેઠમલ શાહ (ઉ.વ. 61) નવસારી રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં. 3 ઉપર વિરર શટલ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. સવારે 5.05કલાકની આસપાસ આ ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ થતા જ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની રેલવે પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

ઉપરાંત લક્ષ્મી ટોકીઝ નવસારી પાછળ રહેતા યુવાન માલગાડી નીચેથી પસાર થવા જતા ટ્રેનને સિગ્નલ મળતા ચાલુ થઈ હતી. જેને લઈ ટ્રેન નીચેથી પસાર થઈ રહેલા યુવાનના પગ કપાઈ ગયા હતા. ઘટનાને પગલે તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. તેને નવસારી સિવિલ અને ત્યાંથી સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી પુન: ખાનગી હોસ્પિટલમાં સારવાર હાથ ધરાઈ છે.

X
Navsari - નવસારીમાં બે ટ્રેન અકસ્માતમાં એક યુવકનું મોત, એક ઘાયલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App