• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • દેશના સારા નાગરિકોના ઘડતર માટે શિક્ષકો ઉત્તરદાયિત્વ અદા કરે

દેશના સારા નાગરિકોના ઘડતર માટે શિક્ષકો ઉત્તરદાયિત્વ અદા કરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનાશિક્ષણમંત્રી ભુપેન્દ્રકસિંહ ચુડાસમાએ નવસારી શહેરી વિસ્તાર મિશ્રશાળા-2 સરબતીયા તળાવ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું નામાંકન કરી, દેશમાં સારા નાગરિકના ઘડતરની જવાદારી શિક્ષકોની છે અને તેનું ઉત્તરદાયિત્વત અદા કરવા તેમણે આહવાન કર્યું હતું.

શિક્ષણમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ઇ-લર્નિંગ શિક્ષણ માટે તૈયાર થયેલી વેબસાઇટ www.dpeonavsari.in ને પણ ખુલ્લી મુકી હતી. વેબસાઇટ દ્વારા દ્વારા બાળકોને ઇ-લર્નિંગની સવલતો મળશે.

બાળકોને શાળા પ્રવેશ કરાવી શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃ તિમાં ઋષિમુનીઓની સંપતિનો ખજાનો છે, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓ, વૈજ્ઞાનિકો વગેરેથી બાળકોનું ઘડતર થાય એવું વૈવિધ્યષ મનુષ્યન તુ બડા મહાન હૈ દ્વારા આખા હિન્દુીસ્તાાનનો ચિતાર ગીતમાં મળે છે, પણ શિક્ષકોએ સમજીને બાળમાનસને ઘડતરનો પાયો નાંખવાની જવાબદારી સાથે કર્તવ્ય‍ નિભાવવાનું છે. શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોના હસ્તેં મિશ્ર શાળા-2 ખાતે ધોરણ-1ના 34, આંગણવાડીના 19 જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.

શિક્ષણમંત્રીના હસ્તે શાળામાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નવસારી નગરપાલિકાની 20 શાળાઓમાં 5500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાાસ કરે છે. એક અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ થશે. શાળાઓમાં 100 ટકા નામાંકન થાય છે. તેમણે પોતાની ગ્રાંટમાંથી રૂ.2.51 લાખ શાળા માટે આપવાની જાહેરાત કરી હતી.

ભુપેન્દ્રસિંહની હાજરીમાં પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...