કેરી પકવતા કાછીયાવાડીના ખેડૂતને 19 એવોર્ડ મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીનીનજીકના કાછીયાવાડી ગામે રહેતા દીપક ભવાનભાઇ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે. દીપકભાઇ આંબા (કેરીની ખૂબ સારી ખેતી કરે છે. તેમના ફાર્મમાં 3600 જેટલા આંબાના ઝાડ, 250 ચીકુના ઝાડો તથા 900 જેટલા નારિયેળનાં ઝાડ છે. દીપકભાઇના આંબાના ઝાડો ઉપરથી 2 લાખ કિલો કેરી નીકળે છે. અંદાજે 45થી 55 લાખ રૂપિયાની કેરીનો પાક ઉતરે છે. આમાં 5થી 7 લાખ રૂપિયાનો ખર્ચ બાદ કેરીને 40થી 48 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થાય છે. તેમને ત્યાં આંબાનાં 3600માંથી 2000 ઝાડ ઉપર હાલ પાક ઉતરે છે. 10 વર્ષ પછી કેરીનો પાક અંદાજે 1.25 કરોડ રૂપિયાથી 1.50 કરોડ રૂપિયા થવાની શક્યતા છે. દીપકભાઇ દર વર્ષે થોડું થોડું કેરીના ઝાડનું પ્લાન્ટેશન કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે, દીપકભાઇ પટેલને તાલુકાથી લઇ રાજ્યકક્ષાનાં કુલ 19 એવોર્ડ મળી ચૂક્યા છે. દીપકભાઇ પાસે 1 વર્ષથી લઇને 25 વર્ષ સુધીનાં આંબાના ઝાડ છે.

અન્ય સમાચારો પણ છે...