• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી પાલિકાએ આગામી બજેટ માટે લોકો પાસેથી સૂચનો મંગાવાયાં

નવસારી પાલિકાએ આગામી બજેટ માટે લોકો પાસેથી સૂચનો મંગાવાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના બેજેટ વધુ અસરકારક બને તે માટે સતત બીજા વર્ષે નવસારી પાલિકાએ આગામી 2018-19 નાં બજેટ માટે સૂચનો મંગાવ્યા છે.

નવસારી નગરપાલિકાનાં એક્ઝીક્યુટીવ કમિટીનાં ચેરમેન પ્રેમચંદ્ર લાલવાણીએ ગત વર્ષ 2017-18 નું પાલિકાનું બજેટ બનાવતા પહેલા નવો ચીલો શરૂ કર્યો હતો. બજેટ બનાવવા પહેલા શહેરીજનોનાં સૂચનો, મંતવ્યો નવા પ્રોજેક્ટ અંતર્ગત મંગાવ્યા હતા. આ ચીલો સતત બીજા વર્ષ પણ જારી રાખ્યો છે. નવસારી પાલિકાએ સને 2018-19 નું બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે આ નવા બજેટમાં શહેરીજનો પણ પોતાનાં સૂચનો મોકલી શકે અને શહેર માટે કોઇ પ્રોજેક્ટ જરૂરી હોય તો એની રૂપરેખા તા.2.3.2018 સુધીમાં નવસારી પાલિકાને મોકલી આપવા જણાવાતું છે. જેથી પાલિકાનાં આગામી બજેટમાં તેવો સમાવેશ કરી સમાવી શકાય.

પ્રેમચંદ લાલવાણીએ ‘દિવ્ય ભાસ્કર’ ને જણાવ્યું કે ગત વર્ષનાં બજેટમાં જે પ્રોજેક્ટો, વિકાસનાં કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાનાં 70 ટકાથી વધુ કામો પૂરા થયા યા કામ ચાલી રહ્યાં છે. અનેક કામો શરૂ થઇ રહ્યાં છે અને આયોજન થયા છે.શહેરીજનોનાં બજેટ અંગે થનારા સૂચનો પણ ધ્યાન ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...