• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • સંસ્કારભારતી વિદ્યાલયમાં ધોરણ 9ના 452 વિદ્યાર્થીનું નામાંકન કરાયું

સંસ્કારભારતી વિદ્યાલયમાં ધોરણ 9ના 452 વિદ્યાર્થીનું નામાંકન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાકન્યા કેળવણી મહોત્સવના બીજા તબકકામાં યોજાયેલા પ્રવેશોત્સવશેઠ પી.એચ.વિદ્યાલય સંસ્કારભારતી ખાતે ધોરણ-9ના કુલ 452 વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો અર્પણ કરી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે પ્રવેશ કરાવ્યો હતો.

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે શાળાના બાળકોનું લેખન, ગુણન અને વાંચન દ્વારા મુલ્યાંકન કરી શાળાના શિક્ષકગણ અને આચાર્યોને જરૂરી સૂચનો કર્યા હતાં. નાયબ મુખ્ય દંડકના હસ્તે વિદ્યાર્થિનીઓને સાઈકલ પણ આપવામાં આવી હતી.

પ્રસંગે આર.સી.પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક સાથે માધ્યમિક શાળામાં પ્રથમ પ્રયોગ દ્વારા ધોરણ-9માં બાળકોને પ્રવેશ કરાવી, ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા પ્રયાસ હાથ ધરાયો છે. જે માટે શિક્ષકો તેમની જવાબદારી નિભાવવા પુરતી કાળજી રાખવી પડશે. શાળાનું પરિણામ ખૂબ ઊચુ આવ્યું છે. ધોરણ-12માં 100 ટકા દીકરીઓ પાસ થઇ છે. શિક્ષકોના મળેલ સફળતાને બિરદાવી હતી.

સંસ્કારભારતી વિદ્યાલયના પ્રમુખ ભુપેન્દ્રભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગુણવત્તાસભર શિક્ષણ માટે ખૂબ ચિંતિત છે. પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળામાં પણ શિક્ષણના સ્તરને સુધારવા પ્રયાસ હાથ ધર્યો છે.પ્રારંભમાં આચાર્ય શૈલેન્દ્રભાઇ પટેલ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. વિદ્યાર્થિની કુ.અનીશાએ બેટી બચાવો, કુ. ભારતીએ પાણી બચાવો અને કુ.ઉર્જાએ વૃક્ષ બચાવો પર વ્યકતવ્ય આપ્યું હતું.

વિધાનસભા દંડકના હસ્તે વિદ્યાર્થિનીઓને સાઇકલ વિતરણ

અન્ય સમાચારો પણ છે...