કલાસેતુના સંયોજનથી કવિ સંમેલન યોજાયું

નવસારી | મારી ભાષા, મારુ સાહિત્ય, મારુ ગૌરવ અંગે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કલાસેતુના સહયોગથી નવસારી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
કલાસેતુના સંયોજનથી કવિ સંમેલન યોજાયું
નવસારી | મારી ભાષા, મારુ સાહિત્ય, મારુ ગૌરવ અંગે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કલાસેતુના સહયોગથી નવસારી પાલિકાના મ્યુઝીકલ ફાઉન્ટેન ગાર્ડનમાં કવિ સંમેલન યોજાયું હતું. કલાસેતુના સંચાલિકા હેતલ દેસાઈએ નવસારીની કલાનગરી કવિ સંમેલન યોજવાનો મોકો મળ્યો એ આનંદની બાબત હોવાનું જણાવ્યું હતું. કાવ્ય સંમેલનના સંચાલક ડો. રઈશ મનિયાર માહોલને બિરદાવી અભિનંદન આપ્યા હતા. કવિ સંમેલનમાં સ્થાનિક કવિ-કવિયત્રીઓ અનિશા ડ્રાઈવર, વહિદા ડ્રાઈવર, પંકજ પારેખ, હર્ષવી પટેલ, ઉદય શાહ તથા શાયર-કવિ, ગઝલકાર રાઝ ઉપરાંત સુરતના ડો. કિરણસિંહ ચૌહાણ, નયન દેસાઈ અને ડો. રઈશ મનિયારે શ્રોતાજનોને કાવ્ય રચના સંભળાવ્યા હતા.

X
કલાસેતુના સંયોજનથી કવિ સંમેલન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App