કાંઠા વિભાગના પી.યુ. પટેલનું અભિવાદન કરાયું

કાંઠા વિભાગના પી.યુ. પટેલનું અભિવાદન કરાયું

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:25 AM IST
નવસારી | કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટના માધ્યમ દ્વારા છેલ્લા 30 વર્ષથી દર વર્ષે 70થી 80 હજારની ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટસનું વિતરણ કરે છે એવા કોથમડી ગામના યુ.કે. સ્થિત મહાદાતા પી.યુ. પટેલનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું. ભારત સરકારના પૂર્વ સાંસદ છોટુભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત થયેલા સન્માન સમારંભમાં વિજલપોરના પૂર્વ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ દ્વારા પી.યુ. પટેલને પુષ્પહાર, શાલ અને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. પૂર્વ આચાર્ય રમેશભાઈ પટેલે સન્માનપત્રનું વાંચન કરી ટ્રસ્ટના પ્રમુખ અને ભારત સરકારના મેનેજ કન્સલ્ટન્ટ ડો. રમણભાઈ પટેલ દ્વારા બળદગાડાનું સ્મતૃ ભેટ અર્પણ કર્યું હતું. પી.યુ. પટેલે જણાવ્યું કે મને જે ભગવાને આપ્યું છે તે પ્રેરણાથી જ હું ગરીબ વિદ્યાર્થીઓને પાછુ અર્પણ કરૂં છું અને કરતો રહીશ. પૂર્વ આચાર્ય નાનુભાઈએ આભારદર્શન કરી પી.યુ. પટેલની ઉદ્દાત ભાવનાને બિરદાવી હતી.

X
કાંઠા વિભાગના પી.યુ. પટેલનું અભિવાદન કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી