20 લાખથી વધુના ડેનિમ જિન્સ કાપડના રોલ લઇ યુવક ભાગી ગયો

20 લાખથી વધુના ડેનિમ જિન્સ કાપડના રોલ લઇ યુવક ભાગી ગયો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:25 AM IST
નવસારીમાં આવેલા મફતલાલ મિલમાંથી રૂ. 20,64,489ની કિંમતના ડેનિમ જીન્સના કાપડના રોલ વાપી ઓફિસ નહીં પહોંચાડી તેને સગેવગે કરનાર સુરતના શખ્સ સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ વલસાડના પારડી ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દક્ષેશભાઈ મધુસુદનભાઈએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે મફતલાલ મિલ નવસારીમાંથી રૂ. 20,64,489ની કિંમતના 112 નંગ ડેનિમ જીન્સના કાપડના રોલ ખરીદીને તેને વાપી ઓફિસ ખાતે રવાના કર્યા હતા. તેમણે ટેમ્પો (નં. જીજે-21-ટી-3031)માં આ માલ ભરાવ્યો હતો.તેમેણે સુરતના એક યુવક આ સ્ટોક વાપી રવાના કર્યો હતો.

કેતનભાઈ હળપતિ (રહે. સુરત)એ તે આ માલ વાપી સ્થિત ઓફિસમાં પહોંચાડવાનો હતો પરંતુ તેણે આ મુદ્દામાલ પહોંચાડ્યો ન હતો અને ક્યાંક સગેવગે કરી દીધો હતો.

વાપી ઓફિસમાં ડેનિમ જીન્સના કાપડના રોલ નહીં પહોંચતા અને છેતરપિંડી કરાયાનું ધ્યાન ઉપર આવતા આખરે દક્ષેશભાઈ મધુસુદને એ આ ઘટનાની ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નવસારી જિલ્લા ગ્રામ્ય પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

X
20 લાખથી વધુના ડેનિમ જિન્સ કાપડના રોલ લઇ યુવક ભાગી ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી