વૃદ્ધાને છેતરી ગઠિયા રૂ. 75 હજારના દાગીના સેરવી ગયા

નવસારીના ફૂવારા વિસ્તારમાં શુક્રવારે બનેલી ઘટના લૂંફાટ થાય છે કહી વૃદ્ધાના દાગીના ઉતરાવી ગઠિયા ફરાર

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
વૃદ્ધાને છેતરી ગઠિયા રૂ. 75 હજારના દાગીના સેરવી ગયા
નવસારીમાં સ્ટેશન રોડ ઉપર આવેલા ફુવારા નજીક નિર્મલ એપાર્ટમેન્ટ નીચે વૃદ્ધાને લૂંટારૂઓ ધાક બતાવી થેલીમાં મુકવાને બહાને દાગીના ઉતરાવી રૂ. 75 હજારની કિંમતના દાગીના તફડાવી ગયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે.

નવસારીમાં સ્ટેશન રોડ ઉપર આવેલા નંદિની કોમ્પલેક્સમાં રહેતા પન્નાબેન શાહ (ઉ.વ. 62) 30મી માર્ચે સાંજે 7 કલાકની આસપાસ કામ અર્થે બહાર નીકળ્યા હતા. તેઓ ફુવારા પાસે નિર્મલ એપાર્ટમેન્ટ નીચેથી પસાર થતા હતા.

એ વખતે બે અજાણ્યા યુવાનો તેમની પાસે આવ્યા હતા અને વૃદ્ધાને જણાવ્યું હતું કે રાત્રે લૂંટફાટ કરીને ચપ્પુ મારીને લૂંટારૂઓ ભાગી ગયા છે, પેપરમાં આવેલું છે તેવી વાત કરી વૃદ્ધાને અઢી તોલાની સોનાની બંગડી, ડાયમંડ પેન્ડન્ટવાળુ સોનાનું એક તોલાનું મંગળસૂત્ર તથા બે ગ્રામની ડાયમંડવાળી સોનાની વીટી મળી કુલ રૂ. 75 હજારની કિંમતના 3.5 તોલા અને 2 ગ્રામના દાગીના છેતરપિંડીથી થેલીમાં મુકવાને બહાને તે લઈને છૂમંતર થઈ ગયા હતા. મોડે મોડે વૃદ્ધાને તેની જાણ થતા આખરે તેમણે ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડી કરનારા બે ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નવસારી શહેરમાં આ અગાઉ પણ અાવા અનેક કિસ્સા બની ગયા છે ત્યારે લોકોએ પણ આ બાબતોોથી સાવચેત રહેવું જરૂરી છે.

X
વૃદ્ધાને છેતરી ગઠિયા રૂ. 75 હજારના દાગીના સેરવી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App