મુખ્ય શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદન

નવસારી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મુખ્ય શિક્ષકના વિવિધ પ્રશ્નોનો નિરાકરણ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:25 AM
મુખ્ય શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદન
નવસારી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મુખ્ય શિક્ષકના વિવિધ પ્રશ્નોનો નિરાકરણ લાવવા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા વર્ષ 2012થી મુખ્ય શિક્ષક (HTAT)ની નવી કેડર અમલી બનાવાઈ છે. શિક્ષણ સુધારણા માટેની નીતિઓને મુખ્ય શિક્ષકો અમલીકૃત કરી રહ્યા છે. ા રાજ્યમાં મુખ્ય શિક્ષક કેટલાક પ્રશ્નોને કારણે આ મુખ્ય શિક્ષકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. જેનુ નિરાકરણ થયું નથી. મુખ્ય શિક્ષકોએ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી એમ.જી. વ્યાસને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુખ્ય શિક્ષકના સેવાકાલીન નીતિ નિયમો જાહેર કરવા તેમજ કેડર વેકેશનલ છે કે નોનવેકેશનલ તે જાહેર કરી ઉપરાંત સરકાર દ્વારા લેવાતી વર્ગ-2ની પરીક્ષા માટે લાયક ગણવા, બઢતીવાળા શિક્ષકને ઈજાફો આપવો, બઢતીની ચેનલ નક્કી કરવી ઉપરાંત નિમણૂક પૂર્વેના શાળા-કોલેજના શૈક્ષણિક અનુભવોને ધ્યાનમાં લેવા અને ત્રણ વર્ષ પૂરા થયે તાલુકાફેર તથા 5 વર્ષ પૂર્ણ થયે જિલ્લા ફેર માંગણીથી કેમ્પ દ્વારા બદલી કરવી. તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદનપત્રમાં સંઘના પ્રમુખ ચંદ્રસિંહ ચૌહાણ સહિત હોદ્દેદારોએ અનુરોધ કર્યો છે.

X
મુખ્ય શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App