ભારતમાં માતાપિતાનું સ્થાન દસ્તાવેજ જેવું હતું, આજે પસ્તી જેવુ બની ગયું છે
સાપએક ભવ મારે જ્યારે પાપ ભવોભવ બરબાદ કરે છે. સાપની ડરનારા આપણે પાપથી ડરીએ છીએ ખરા પાપ એવી પ્રોડકટ છેજે લેવા જાઓ ત્યારે સસ્તી અને સરસ લાગે છે પરંતુ એનું પેમેન્ટ ચૂકવતા કમર તૂટી જાય છે. તપોવન-સંસ્કારધામ નવસારીમાં પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ તપોવની બાળકોને કહ્યું કે તમો વિશિષ્ટ પુણ્યશાળી છો કારણ કે ઉત્તમ શિક્ષણ અને ઉત્તમોત્તમ સંસ્કાર આપતી એકમાત્ર તપોવન સંસ્થામાં તમોને પ્રવેશ મળ્યો છે. આજે માતૃદેવો ભવ-પિતૃદેવો ભવના આદર્શને બદલે મધરડે અને ફાધર ડેના ધતિંગો શરૂ થયા છે. માતાપિતાનું સ્થાન દસ્તાવેજ જેવું હતું આજે તેઓનું સ્થાન પસ્તી જેવું બન્યું છે. તેવા કપરા સમયે માતાપિતાના પરમભક્ત શ્રવણ, રામ-કૃણાલના આદર્શને જીવંત કરવા માટે તપોવન છે.
રાજરક્ષિતજીનું નવસારીમાં તપોવનના બાળકોને સંબોધન