• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા તાલુકામાં સ્ત્રી બેઠકોની વધુ ફાળવણીનો વિરોધ

વાંસદા તાલુકામાં સ્ત્રી બેઠકોની વધુ ફાળવણીનો વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાના વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયતની 1 બેઠક વધી 7 બેઠકો થયા બાદ કુલ 7 બેઠકો પૈકી 6 બેઠકો સ્ત્રી બેઠકો ફાળવવામાં આવતા વાંસદા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અનંત પટેલે ધારાસભ્ય છનાભાઈ ચૌધરી તથા તા.પં. વાંસદાના સભ્ય અને તાલુકા કોંગ્રેસ અગ્રણી રવુભાઈ પાનવાલા સાથે જઈ નવસારી જિલ્લા કલેકટર રેમ્યા મોહનને મળી એક વાંધા અરજી આપી પોતાનો વિરોધ નોંધાવી ફેર વિચારણા માટે વિનંતી કરી છે.

વાંધા અરજીમાં જણાવ્યા મુજબ તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાર મંડળ અનામત બેઠકોની ફાળવણી સહિતની રચના અંગેનો પ્રાથમિક આદેશ તા. 4 મે 2015ના રોજ જાહેર થયો છે. જેમાં વાંસદા તાલુકાને જિલ્લા પંચાયતની ફાળવેલી 7 સીટોમાં 6 સીટ સ્ત્રી બેઠક અને 1 બેઠક પુરૂષને મળી છે. વાંસદા તાલુકામાં 85 ટકા સ્ત્રી બેઠકો સામેલ છે જે ખરેખર અન્યાયકર્તા છે. વાંસદા તાલુકા કોંગ્રેસ પક્ષ તરફથી જાહેરનામામાં ફાળવેલી સ્ત્રી બેઠકોની સીટ માટે વાંધો નોંધાવી બીજા તાલુકાની જેમ વાંસદા તાલુકાની બેઠકોમાં પણ 50 ટકા કાયદા મુજબ ટકાવારી જળવાય તેની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...