તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • બ્રહ્મલીન વિદ્યા પ્રાપ્ત કરવા બ્રહ્મનિષ્ઠ ગુરુની આવશ્યકતા

બ્રહ્મલીન વિદ્યા પ્રાપ્ત કરવા બ્રહ્મનિષ્ઠ ગુરુની આવશ્યકતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવજાતનાઆદિગુરૂ વેદવ્યાસે વેદોનું વિભાજન કર્યુ, શાસ્ત્રો રચ્યાં જેમાં તેમણે માનવજાતના શ્રેય પ્રેમના માર્ગ બતાવ્યા છે. બ્રહ્મલીનવિદ્યા પ્રાપ્ત કરવા બ્રહ્મનિષ્ઠ ગુરૂની આવશ્યક્તા છે. કોઇપણ ક્ષેત્રે આગળ વધવા ગુરૂની જરૂર પડે છે. ચક્રવર્તી રાજા ભરતે રાજપાટ છોડી પ્રભુ ભજવા જંગલમાં પરંતુ ગુરૂ કર્યા તેથી મૃગના બચ્ચા સાથે લગાવ થઇ જતાં તેમને મૃગનો જન્મ લેવા પડ્યો હતો. ગુરૂની આજ્ઞા અધ્ધર ઝીલી લેવી જેથી ગુરૂને પ્રસન્ન કરી મોક્ષ મેળવી શકાય. ઉપરોક્ત શબ્દો નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરે રવિસત્સંગ સભાને સંબોધતાં સારંગપુરથી પધારેલા યુવા સંત પૂ.મંગલ યોગીદાસ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.મંગલયોગીદાસ સ્વામીએ કથામૃતનું પાન કરાવતાં જણાવ્યું હતું કે આપણને પ્રમુખ સ્વામી મહારાજે પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામીની ભેટ આપી છે. આપણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ મહંત સ્વામીનો આશરો કરી એમનાં વચનો પ્રમાણેનું જીવન બનાવવાનું છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધવા સાચા ગુરૂની આવશ્યક્તા છે.

ભારતમાં 80 લાખ ઉપરાંત સંતો છે. તેમાંથી સારા ગુરૂ શોધવા પડે. ગુરૂ અને તેમના ગુરૂનું આચરણ તેમજ ગુરૂના શિષ્યો કેવા છે તે જોઇને ગુરૂની પસંદગી કરવી. નિષ્કામ, નિર્માની, નિર્લોભી, નિ:સ્વાદી અને નિ:સ્નેહી વર્તમાન દ્રઢતાથી પાળતા ગુરૂની પસંદગી કરવી.પંચવર્તમાને મુક્ત ગુરૂ અન્યોનું શ્રેય કરી શકે છે. આપણે પોતાને દેહરૂપ નહિ કિંતુ આત્મારૂપ સમજી પરબ્રહ્મ પુરૂષોત્તમનારાયણની ભક્તિ કરી અક્ષરધામમાં પહોંચવાનું લક્ષ સિદ્ધ કરવાનું છે. આપણા સંપ્રદાયમાં ગુણાતીત ગુરૂપરંપરા ચિરંજીવ છે. અક્ષરબ્રહ્મનો વારસો ચિરંજીવ છે.

અન્ય સમાચારો પણ છે...