તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય કક્ષાનો ગીલ્લી દંડા તાલીમ શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય ખેલ મહાકુંભ 2017માં સીધી રાજ્ય કક્ષાની ગીલ્લી ડંડા સ્પર્ધાનું આયોજન થનાર છે, જે માટે ગુજરાત રાજ્યનાં ખેલાડીઓ, વ્યાયામ શિક્ષકો, શા.શિના વ્યાખ્યાતા, વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત જાણકારોને ગીલ્લી ડંડાના નિયમો, સ્પર્ધાના નિયમો અંગેની જાણકારી મળી રહે તથા ગીલ્લી ડંડા રમતના એમ્પાયર બનવા માટેની પરીક્ષાનું આયોજન ગીલ્લી ડંડા એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા તા.15,16 જુલાઇ 2017નાં રોજ ટાટા હાઇસ્કુલ નવસારી ખાતે બે દિવસનો સેમીનાર અને રેફરી (એમ્પાયર) માટેની પરીક્ષાનું આયોજન કરેલ છે, જેમાં ઓલ ઇન્ડિયા ગીલ્લી ડંડા એસોસીએશનનાં મંત્રી પ્રશાંત નવગીરે, વિજય ગાડેકર, ઇન્ડિયન રેફરી રાકેશ કહીરનાર, શંભાજી બાડદ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને સ્પર્ધાના નિયમોની જાણકારી આપશે. સેમીનારમાં ભાગ લેનાર ભાઇઓ-બહેનોએ પોતાના બાયોડેટા સાથે મંત્રી ફરેદુન મીરઝાં (9426770588) અને ડો.મયુર પટેલ (9825373111)નો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...