ખેંચ આવતાં નવસારીના ખલાસીનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનીબોટમાં દરિયામાં નવસારીનો ખલાસી માછીમારી કરવા માટે ગયો હતો અને માછીમારી દરમિયાન ખલાસીને બે વખત ખેંચ આવી હતી, જેથી તે સૂઈ ગયો હતો અને સવારે યુવાનને ઉઠાડવામાં આવ્યો ત્યારે તે ઉઠ્યો હતો અને શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું અને મોત થયાનું બહાર આવ્યું હતું.

નવસારીમાં રહેતો નરેન્દ્રભાઈ લખમણભાઈ શિંદે (ઉ. વર્ષ 40) નામનો ખલાસી પોરબંદરની બોટમાં દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો. દરમિયાન નરેન્દ્રભાઈને બે વખત ખેંચ આવી જતા તે આરામ કરવા માટે સૂઈ ગયો હતો. જ્યારે સવારના સમયે હરીલાલ બુધીયાભાઈ ટંડેલ ખલાસીને ચા પી ને ઉઠાઠવા માટે ગયા હતા ત્યારે તે ખલાસી ઉઠ્યો હતો અને શરીર પણ ઠંડુ પડી ગયું હતું અને ખલાસીનું મોત થયું હતું. ખલાસીના મોતથી નવસારી સ્થિત તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...