તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • કાર ભાડે લઈ વેચી દેવાના રેકેટમાં સાત આરોપી કસ્ટડીમાં ધકેલાયા

કાર ભાડે લઈ વેચી દેવાના રેકેટમાં સાત આરોપી કસ્ટડીમાં ધકેલાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંકાર ભાડે લઈ વેચી દેવાનું રેકેટનો નવસારી એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે પ્રકરણમાં સંડોવાયેલા 7 જણાંને કોર્ટમા રજૂ કરતા કોર્ટે તમામને કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. આરોપીઓએ કોર્ટમાંથી જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરી દીધી હોવાની માહિતી સાંપડી છે.

નવસારીમાં જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ પટેલ તથા અન્ય પાસેથી સંજય બાગલેએ પાંચ ઈનોવા કાર તથા મહિન્દ્ર એક્સયુવી મળી કુલ 23 લાખની કિંમતની કાર વિશ્વાસમાં લઈ તે કાર ભાડે આપવાનું જણાવી કારભાડા પેટે લીધી હતી. પછી 6 કાર કારના માલિકને પૂછયા વિના બારોબાર વેચી દેવામાં આવી હતી. કેસમાં પોલીસે સંજય બાગલેની ધરપકડ કરતા ધર્મેશની પ્રકરણમાં સંડોવણીનો ખ્યાલ આવતા નવસારી એલસીબીએ ધર્મેશ સહિત કાર ખરીદનારા 6 મળી કુલ 7 જણાંની ધરપકડ કરી હતી. આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને રિમાન્ડની તજવીજ શરૂ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આરોપીના રિમાન્ડ નહીં આપી કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ આરોપીઓએ પણ જામીન અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધાની માહિતી સાંપડી છે. જેને લઈને તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.

નવસારી એલસીબી પીઆઈ જે.એન. પંચાલે જણાવ્યું હતું કે હાલ 6 કારનો કબજો લેવાયો છે આવી રીતે છેતરપિંડીનો અન્ય લોકો પણ ભોગ બન્યા હોય શકે છે. આવા ભોગ બનનારાને એલસીબીનો સંપર્ક કરવા પણ સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...