તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • કુપોષણ મુકિત બાદ આંગણવાડીના ભૂલકાંઓને ગણવેશ વિતરણ કરાયું

કુપોષણ મુકિત બાદ આંગણવાડીના ભૂલકાંઓને ગણવેશ વિતરણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા કલેકટર રેમ્યા મોહને એક વર્ષ પહેલાં વાંસદા તાલુકાના 156 અતિ કુપોષિત બાળકોને દત્તક લઇને જિલ્લાને કુપોષણ મુકત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેનો વહીવટીતંત્રના અધિકારીઓ, દાતાનો સહયોગ મળતાં કાર્ય પુર્ણ થયું હતું. કલેકટર રેમ્યા મોહનના માનવીય અભિગમને એક નવી દિશા મળી હતી. તેમણે આંગણવાડીના બાળકોને કુપોષણમાંથી મુકિત સાથે ભૂલકાંઓને ગણવેશ આપવાનો પણ નિર્ધાર વ્યકત કર્યો હતો. જેમને સમાજના દાતાઓ અને વહીવટીતંત્રના અધિકારીઓનો સાથ મળતા આજે જિલ્લાના 30112 આંગણવાડીના ભુલકાંઓ ગણવેશથી સજજ બન્યાં છે.

જિલ્લા કલેકટરાલયના સભાખંડ ખાતે જલાલપોર તાલુકાના આંગણવાડીના ભુલકાંઓને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન, દાતાઓની ઉપસ્થિતિમાં બાકી રહેલા બાળકોનો ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર રેમ્યા મોહને પ્રસંગે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાંથી કુપોષણ દુર કરવા સમગ્ર વહીવટીતંત્રે બીડુ ઝડપી સંવેદના પ્રોજેકટ હાથ ધર્યો હતો. જેની સાથે આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો પણ નિર્ધાર કર્યો હતો. જે આજે જિલ્લાના તમામ બાળકોને ગણવેશ આપવાનું કાર્ય પુર્ણ થયું છે. સેવાના કાર્યમાં તમામ દાતાઓ, અધિકારીઓ, આંગણવાડીના અધિકારીઓની લાગણી જોડાયેલી છે. સમાજમાં નાનામાં નાના કામમાં પણ દાતાઓ આગળ આવ્યાં છે. ગણવેશ આપવાનું 100 ટકા કાર્ય આજે પૂર્ણ થયું છે.

માધુભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે, મનને શાંતિ થાય એવું કાર્યમાં વહીવટીતંત્ર અને સમાજના દાતાઓને સહયોગથી થયું છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનંજયભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, છેવાડાના બાળકો માટે દાતાઓ, અધિકારીઓ પૂરી સંવેદનાથી કાર્ય પાર પાડયું છે જે સરાહનીય છે.

કલેકટરાલય ખાતે ભૂલકાઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.

30112 આંગણવાડીના ભુલકાંઓ ગણવેશથી સજજ બન્યાં

જિલ્લાની તમામ આંગણવાડીમાં ગણવેશ વિતરણ કાર્ય પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...