• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ‘પ્રમુખ સ્વામીબાપાનું જીવન અધ્યાત્મ જ્ઞાનનો વિલક્ષણ પરિચય આપે છે’

‘પ્રમુખ સ્વામીબાપાનું જીવન અધ્યાત્મ જ્ઞાનનો વિલક્ષણ પરિચય આપે છે’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખસ્વામી મહારાજ સર્વોત્તમ ભગવાન સ્વામીનારાયણના અખંડ ધારક સંત છે તે એમનું મહાન ઐશ્વર્ય છે. સ્વામી ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ દરેક કાર્યોમાં ઠાકોરજીને આગળ રાખે છે. માન-અપમાનમાં સમતા એમનો મોટો ઐશ્વર્ય ગુણ છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યમાં પ્રમુખસ્વામી બાપાની તોલે કોઇ આવી શકે.ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામીનારાયણ મંદિરે સત્સંગ સભાને સંબોધતાં પૂ.સંતપ્રિય સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

પૂ.સંતપ્રિય સ્વામીએ પ્રમુખ સ્વામીબાપાનું ગુણ ચિંતન કરતાં પ્રસંગો વર્ણવી જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીબાપામાં પરમાત્માના 39 ગુણો-સદગુણો પૂર્ણપણે મધમધે છે !પ્રમુખ સ્વામી બાપા એવા સંત છે કે જેના ગુણે પરમાત્મા રીજે છે નિરંતર પ્રફુલ્લિત રહે છે.આવા સંત એટલે પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પ્રમુખ સ્વામીબાપાનું જીવન અધ્યાત્મ જ્ઞાનનો વિલક્ષણ પરિચય આપે છે. તેઓ અનેકવિધ પ્રવૃત્તિઓના ગંજ વચ્ચે ભક્તિમય જીવન જીવી રહ્યા છે તથા હળવાફૂલ રહે છે.

માન-અપમાનમાં સ્થિરતા રાખી શકે છે. માન-યશની લાલસાથી સદા અલિપ્ત,કીર્તિની ક્ષમતાથી સર્વથા મુક્ત પ્રમુખસ્વામી બાપાના મસ્તકે સતત અને સર્વત્ર આદર-સન્માન કીર્તિ યશનો અભિષેક થતો રહે છે છતાં તેઓ બધાંથી અલિપ્ત રહે છે અને અનાસકતભાવથી વર્તે છે. તેઓ અહમ શૂન્ય ભક્ત હૃદયથી વ્યક્તિત્વ ધરાવે છે જે સૌને તેમના તરફ આકર્ષી જાય છે.

તેઓ નમ્ર-વિનમ્ર અને સરળ સહજ અને પારદર્શક તથા માન-મોટપની કોઇ અપેક્ષા -આશા રાખનાર સદગુરુ સંત વિભૂતિ છે. સન્માનનો અને પ્રશંસાઓ તેમને સ્પર્શતાં નથી ! સમગ્ર વિશ્વને ઉન્નત પ્રેરણા આપતું દિલ્હી સ્વામીનારાયણ અક્ષરધામ પ્રમુખસ્વામી બાપાની વિશ્વને અણમોલ નજરાણું છે.

માત્ર પાંચ વર્ષની સમાયાવધિમાં નિર્માણ થયેલા સંકુલ સ્વામીનારાયણ ભગવાને પ્રમુખસ્વામી મહારાજમાં રહીને તૈયાર કર્યું છે. અમેરિકામાં પણ આનાથી મોટું સ્વામીનારાયણ અક્ષરધામ નિર્માણ પામી રહ્યું છે.

નવસારી સ્વામીનારાયણ મંદિરે પૂ. સંતપ્રિયસ્વામીનો સત્સંગ

અન્ય સમાચારો પણ છે...